છોલે ભટુરે બનાવવા માટે ની recipe

 

ingredients

  • ૧ કપ સફેદ મોટા ચણા
  • તજ
  • લવિંગ
  • તમાલપત્ર
  • મીઠું ચણા માં નાખવા
  • ૧ ચમચો આદુ મરચાં લસણની પેસ્ટ
  • ૩ નંગ ટામેટા
  • ૧ નંગ ડુંગળી
  • ૧/૨ ચમચી હળદર
  • ૧ ચમચી લાલ મરચુ
  • ૧ ચમચી ધાણાજીરૂ
  • ૧ ચમચી પંજાબી છોલે મસાલો
  • ૧ ચમચી જીરૂ
  • ૧ ચમચો તેલ વઘાર માટે
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ ચમચી લીંબુનો રસ
  • કોથમીર ગાર્નિશ માટે
  1. ભટુરે બનાવવા માટે ની સામગ્રી
  • ૧ કપ મેંદો
  • ૧/૨ કપ ધઉનો લોટ
  • ૧ કપ મેંદો
  • ૧ ચમચો સોજી
  • ૧/૪ કપ દહીં
  • ૧/૨ ચમચી બેકિંગ પાઉડર
  • ૧/૨ ચમચી બેકિંગ પાઉડર
  • ૧ ચમચી ઓરેગાનો
  • ૧/૨ ચમચી ચીલી ફ્લેક્સ
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ ચમચી તેલ મોણ માટે

Method (રાંધવાની સૂચનાઓ)

સ્ટેપ1

ચણાને સારી રીતે ધોઈ ૭-૮ કલાક પાણીમાં પલાળી દો. પછી કુકરમાં પાણી લઈ તેમાં પલાળેલા ચણા, મીઠું, તજ, લવિંગ, તમાલપત્ર નાખી ૪-૫ સીટી વગાડી ને બાફી લો. કુકર ઠરે પછી ચણા ને ચારણીમાં નીતારી લો.

  1. સ્ટેપ2

    હવે ગેસ ઉપર પેનમાં તેલ ગરમ કરી જીરું નાખો પછી આદુ, મરચાં, લસણની પેસ્ટ નાખી સાંતળો. બાદ
    ઝીણી સુધારેલ ડુંગળી નાખી સાંતળો પછી મસાલા પેસ્ટ (હળદર,લાલ મરચું,ધાણાજીરું, પંજાબી છોલે મસાલો કટોરી માં મિક્સ કરો) નાખી ચમચાથી હલાવી ટામેટાં પ્યુરી અને મીઠું નાખી તેલ ઉપર આવે ત્યાં સુધી ઢાંકીને ચડવા દો. ત્યારબાદ બાફેલા ચણા અને જરૂર મુજબ પાણી નાખો અને ચમચાથી બધું હલાવો. બે ચાર મિનિટ સાંતળવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી લીંબૂનો રસ અને કોથમીર નાખો.

  2. સ્ટેપ3
  3. હવે ભટુરે બનાવવા માટે કાથરોટ માં મેંદો, ઘઉંનો લોટ, સોજી, દહીં, મીઠું, ખાંડ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ બેંકીંગ પાઉડર અને બેંકીંગ સોડા નાખી આ બધું બરાબર મિક્સ કરી પાણીથી લોટ બાંધો પછી લોટને બરાબર મસળીને બે કલાક માટે ઢાંકીને રહેવા દો.
  4. સ્ટેપ4

    લોટને ફરીથી મસળી ને એક સરખા લુવા બનાવી લંબગોળ વણી લો. ત્યારબાદ ગેસ ઉપર કડાઈમાં તેલ ગરમ કરી ગોલ્ડન બ્રાઉન કલર ના તળી લો. તૈયાર છે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી પોચા એવા ગરમાગરમ ભટુરે...છોલે સાથે પીરસવા માટે.


Post a Comment

Previous Post Next Post